Friday, January 9, 2026
HomeGujaratમોરબીના બંધુનગર નજીક ઇકો કારમાં મોંઘીદાટ દારૂની ૪ બોટલ લઈ નીકળેલ બે...

મોરબીના બંધુનગર નજીક ઇકો કારમાં મોંઘીદાટ દારૂની ૪ બોટલ લઈ નીકળેલ બે પકડાયા

મોરબી તાલુકા પોલીસ ટીમ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બંધુનગર ગામ નજીક પેગવીન કારખાના સામે વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન વાંકાનેર તરફથી આવતી ઇકો કાર રજી.નં. જીજે-૧૩-એબી-૫૯૪૩ને રોકી કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ જેમસન આઇરીસ વ્હિસ્કીની ૪ બોટલ કિ.રૂ.૨૩,૬૦૦/- મળી આવતા તુરંત ઇકો કાર ચાલક ચીકાભાઈ છનાભાઈ વાટુકીયા ઉવ.૩૯ રહે.દીંગસર તા.મુળી જી.સુ.નગર તથા આરોપી આશિષકુમાર હિંમતલાલ પૂજારા ઉવ.૩૫ રહે. આસુંન્દ્ર તા.મુળી જી.સુ.નગર વાળાની અટક કરવામાં આવી હતી. આ સાથે પોલીસે ઇકો કાર અને દારૂ સહિત કુલ રૂ.૧,૨૩,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપીઓ સને તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!