હળવદ પોલીસે બાતમીને આધારે હળવદ-માળીયા બાયપાસ રોડ ઉપર આવેલ ત્રણ રસ્તા નજીક ઇકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી લીધા હતા, આ સાથે પોલીસે વિદેશી દારૂ તથા ઇકો કાર સહિત ૩.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈને બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
હળવદ પોલીસ મથક ટીમને બાતમી મળેલ કે ધ્રાંગધ્રાના બે ઈસમો ઇકો કાર રજી.નં. જીજે-૩૬-એએફ-૦૭૯૫માં વિદેશી દારૂની હેરાફેરી કરવા દારૂ લઈને નીકળવાના છે, જેથી પોલીસે હળવદ-માળીયા બાયપાસ રોસ ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન ઉપરોક્ત ઇકો કાર નીકળતા, તેને રોકી તેની તલાસી લેતા તેમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૮૩ નંગ બોટલ કિ.રૂ.૮૩૦૧૨/- મળી આવી હતી, આ સાથે પોલીસે આરોપી સદામભાઈ હાસમભાઇ ઓઠા ઉવ ૨૮ રહે.ધ્રાગધ્રા માજી સૈનીક સોસાયટી જી.સુરેંદ્રનગર તથા આરોપી અલ્તાફભાઇ મુબારકભાઈ હિંગોરજા ઉવ.૨૫ રહે-ધ્રાગધ્રા માજી સૈનીક સોસાયટી કુડા ફાટક પાસે જી.સુરેંદ્રનગર વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી, હાલ પોલીસે ઇકો કાર તથા વિદેશી દારૂ સહિત ૩,૩૩,૦૧૨/-નો મુદ્દામાલ કબ્જે લઈને બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.