Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી પાવડર બોરીની આડમાં લઇ જવાતા ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે...

વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી પાવડર બોરીની આડમાં લઇ જવાતા ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી.બી.જાડેજાની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી ટ્રક નં. આરજે-૧૯-જીબી-૨૦૪૫ પસાર થતી હોય જેમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું જે બાતમીને પગલે ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી હતી અને ટ્રક નં. આરજે-૧૯-જીબી-૨૦૪૫ ને રોકી તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ બ્લેન્ડર પ્રાઇડ અલ્ટ્રા પ્રિમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-૬૦ કી.રૂ. ૫૧,૦૦૦/-, ઓલસીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ-૬૦ કી.રૂ. ૩૬,૦૦૦/-, મેગ્ડોવેલ-૦૧ સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-૧૧૩ કી.રૂ. ૪૨,૩૭૫/ ૪. બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની ૧૮૦ મી.લી.ની બોટલો નંગ-૨૩૨ કી.રૂ. ૪૬,૪૦૦/-, રોયલ કલાસીક વ્હીસ્કીના ૧૮૦ મી.લી.ની બોટલો નંગ-૨૮૩૨ કી.રૂ. ૨,૮૩,૨૦૦/- મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ નંગ ૨ અને પાવડર બોરી નંગ ૬૫૦ તેમજ ટ્રક કીમત ૧૦ લાખ મળીને કુલ ૧૪,૬૮,૯૭૫ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે

- Advertisement -
- Advertisement -

 

તેમજ ટ્રકમાં સવાર આરોપીઓ રૂગારામ સતારામ જાટ (રહે.ખારાપાર તા. ગીડા જી. બાડમેર રાજસ્થાન) અને ઇન્દર ઓમારામ સરગરા (રહે રોહીછાખુર્ણ તા. લોની જોધપુર રાજસ્થાન) એમ બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે તથા માલ મોકલનારમાં આરોપી ઇન્દર જાટ (રહે રાજસ્થાન) અને માલ મંગાવનાર આરોપીના વોટ્સઅપ નંબર ખુલતા મુદામાલ કબજે લઈને પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!