મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જુના ઘુંટુ રોડ ઉપર જુદા જુદા બે સ્થળે વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે બન્ને આરોપી પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
પ્રથમ જુગારની કાર્યવાહીની મળતી વિગતો અનુસાર, જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સીરામીક પાસે આરોપી રાજભાઇ હકાભાઇ વિંઝવાડીયા ઉવ.૨૭ રહે-ભીમસર ઉમા ટાઉનશીપની સામે મોરબી-૨ વાળો જાહેરમાં ગેરકાયદેસર રીતે વર્લી ફીચરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી નશીબ આધારીત હારજીતનો વર્લી ફીચરના આંકડાનો જુગાર રમી રમતા રંગેહાથ ઝડપાયો હતો. આ સાથે તાલુકા પોલીસે તેની પાસેથી રોકડા રૂ.૪૦૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે બીજા દરોડામાં જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સીરામીકની લેબર કોલોની પાછળ જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાઓ ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી મુકેશભાઇ બાબુભાઇ દુમાણીયા ઉવ.૩૦ રહે.ભીમસર ઉમા ટાઉનશીપની સામે મોરબી-૨ વાળાને રોકડા રૂ.૨૮૦/- તથા વર્લી ફીચર્સના આંકડા રમવાના સાહિત્ય સહિતના મુદ્દામાલ સાથે દબોચી લઈ તેની વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.