Saturday, July 19, 2025
HomeGujaratમોરબીના વાવડી રોડ નજીક બે અલગ અલગ જગ્યાએથી વરલી મટકાનો જુગાર રમતા...

મોરબીના વાવડી રોડ નજીક બે અલગ અલગ જગ્યાએથી વરલી મટકાનો જુગાર રમતા બે પકડાયા

બન્ને જુગારના કેસમાં કપાત કરનાર એક જ આરોપી સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા વોન્ટેડ જાહેર.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વાવડી રોડ નજીક શહેર પોલીસે જુગારના અલગ અલગ બે દરોડામાં વરલીફીચર્સનો જુગાર રમતા બે જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બન્નેમાં વરલીફીચર્સના આકડાનું કપાત કરાવનાર એક જ આરોપી હોવાનું સામે આવતા હાલ એ ડિવિઝન પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી, કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગારના પ્રથમ દરોડા અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના વાવડી રોડ અને પંચાસર રોડ વચ્ચે રવિપાર્ક નજીક વરલીફીચર્સના આંકડાઓ લખીને જાગેરમાં નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી અસલમશા રમજુશા શાહમદાર ઉવ.૨૮ રહે.મોરબી વાવડી રોડ પંચાસર રોડ વચ્ચે રવીપાર્ક મુળરહે.હરબટીયાળી તા.ટંકારા વાળાને એ ડિવિઝન પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો, આ સાથે પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.૧,૨૦૦/-, એક મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/- સહિત રૂ.૬,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જ્યારે પકડાયેલ આરોપી વરલીફીચર્સના જુગાર માટે કપાત અન્ય આરોપી કિશન ભરવાડ રહે. મોરબી માધાપર વાળા પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે તે આરોપી કિશન ભરવાડને ફરાર જાહેર કરીને બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા દરોડામાં, મોરબીના વાવડી રોડ કબીર આશ્રમથી આગળ જાહેર રોડ ઉપર વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા મનીષભાઇ મહેન્દ્રભાઇ જોષી ઉવ.૪૬ રહે.મોરબી વાવડી રોડ ન્યુ ગાયત્રીનગર વાળાને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો, પોલીસે આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૧,૦૪૦/-સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે વરલીફીચર્સના આકડાનો જુગાર માટે આરોપી કિશન ભરવાડ રહે.મોરબી માધાપર વાળા લાસે કપાત કરાવતો હોવાનું જણાવતા, પોલીસે તે આરોપીને ફરાર જાહેર કરી બન્ને વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!