મોરબીના રવાપર રોડ અવની ચકડી સામે કેનાલ પાસે બે ઈસમો જાહેરમાં બકાલાની લારી ઉપર બેસી વચ્ચે મોબાઇલ ફોન રાખી તેમાં લુડો ગેમ ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતા સીટી એ ડિવિઝન પોલીસના હાથે ચડ્યા હતા. જેથી પોલીસે તુરંત આરોપી મહમદભાઈ ઇલ્યાસભાઈ સાઈબાની ઉવ.૨૩ રહે. કબીર ટેકરી શેરી નં.૧ મોરબી તથા આરોપી મનીષભાઈ જયકીશનભાઈ અનાવડીયા ઉવ.૨૫ રહે.અવની ચોકડીએ દુકાનમાં મૂળ રહે.મિલની ચાલી રતનપર સુરેન્દ્રનગર વાળાની અટક કરી હતી. આ સાથે પોલીસે બંને આરોપીઓ પાસેથી વિવો કામોણીનો મોબાઇલ કિ.રૂ.૫ હજાર તથા રોકડા રૂ.૧૦,૨૫૦/- એમ કુલ રૂ.૧૫,૨૫૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.









