મોરબી તાલુકાના ગાળા ગામ નજીક બ્રીઓટા પેપર મીલ પાસે જુગાર રમતા બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ ફાઇટર-૯ મોબાઈલ એપ્લિકેશન મારફતે IPL મેચમાં CSK અને DC વચ્ચે રનફેર પર જુગાર રમતા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા ૫૦૦૦ની રોકડ રકમ અને ઓપો મોબાઈલ કબ્જે કરીને બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી તાલુકા માથક પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળી કે તાલુકાના ગાળા ગામની સીમ વિસ્તારમાં આવેલા બ્રીઓટા પેપર મીલની નજીક આરોપીઓ શૈલેષભાઇ ભુરાભાઇ જોષી ઉવ-૩૦ રહે.બ્રીઓટા પેપર મીલની ઓરડીમાં ગાળા તા-જી મોરબી મુળગામ- ડેડાવા તા.વાવ જી. બનાંસકાંઠા તથા આરોપી અરવિંદભાઇ રહે. વાવ જી. બનાંસકાંઠાવાળા મોબાઈલ એપ્લિકેશન મારફતે IPL ઉપર જુગાર રમે છે, જેથી તુરંત તાલુકા પોલીસ ટીમે રેઇડ કરી બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા, જેમાં આરોપી શૈલેષભાઈએ અરવિંદભાઈ પાસેથી “NTD ૨૨૪૫” નામની ID મેળવી “ફાઇટર-૯” એપ્લિકેશનમાં CSK અને DC વચ્ચે રમાતી IPL મેચના રનફેર પર પૈસાની હાર-જીતના આધારે જુગાર રમતા હતા. ત્યારે સ્થળ પરથી પોલીસે રૂપિયા ૫,૦૦૦ રોકડ અને ઓપો કંપનીનો રૂ.૫,૦૦૦ કિંમતનો મોબાઈલ મળી કુલ રૂ. ૧૦,૦૦૦નો મુદામાલ કબ્જે કરી બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.