મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હાઉસિંગ બોર્ડ ગરબી ચોક ખાતે બે ઈસમો એકટીવા રજી.નં. જીજે-૩૬-એક્યુ-૦૦૪૧ ઉપર શંકાસ્પદ હાલતમાં જણાતા, પોલીસ ટીમે આવી તેમની પાસે રહેલ કાળા કલરની થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ ગ્રીન લેબલ વ્હિસ્કીની ૧૬ નંગ બોટલ કિ.રૂ.૧૦,૨૪૦/-મળી આવી હતી. જેથી પોલીસે આરોપી ઉર્વરાજસિંહ ઉર્ફે ઉર્વીષ હકુભા ઝાલા ઉવ.૨૬ રહે. એમ-૩૭ મકાન નં.૧૨૬ ન્યુ ગુજ.હાઉ.બોર્ડ શનાળા રોડ મોરબી તથા આરોપી મનોજભાઈ ઉર્ફે મિસ્ત્રી કિશોરભાઈ થરેચા ઉવ.૫૨ રહે. એમ-૧૮ મકાન નં.૩૭૬ ન્યુ ગુજ.હાઉ.બોર્ડ શનાળા રોડ મોરબી વાળાની અટકાયત કરવામાં આવી છે. આ સાથે પોલીસે એકટીવા અને વિદેશી દારૂ સહિત કુલ રૂ.૬૦,૨૪૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









