મોરબીના જાંબુડીયા ગામની સીમમાં કૉમેન્ટ કારખાના સામે બાવળની ઝાડીઓ માં ઍક્સેસ મોપેડ ઉપર લિસ્ટેડ મહિલા આરોપી વતી દેશી દારૂ વેંચતા બે ઇસમોને તાલુકા પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે દેશી દારૂનો જથ્થો આપનાર મહિલા આરોપી સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે આગળની તપાસ ચલાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જાંબુડીયા ગામ નજીક કૉમેન્ટ સીરામીક કારખાનાની સામે બાવળની ઝાડીમાં નંબર પ્લેટ વગરનું બ્લુ કલરનું ઍક્સેસ મોપેડમાં આગળના ભાગે પ્લાસ્ટિકના બાચકા રાખ્યા હોય જેની તલાસી લેતા તેમાં ૧૬ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેથી આરોપી યાસીનભાઇ અબ્બસભાઇ ખોડ ઉવ.૩૧ રહે-કોમેન્ટ સીરામીક પાસે ઝુપડ્ડામાં તા.જી.મોરબી મુળ ગામ-ટાવર પાસે મિયાણાવાસ શેરી નંબર ૦૩ સુરેન્દ્રનગર તથા આરોપી નુરઅલીભાઇ મુસાભાઇ મકરાણી ઉવ.૨૭ રહે-મહેન્દ્રસિંહ હોસ્પીટની પાછળા વોરાબાગ મોરબીવાળાની અટક કરવામાં આવી છે, પકડાયેલ બંને આરોપીની સઘન પૂછતાછમાં દેશી દારૂ મહિલા આરોપી યાસ્મીનાબેન ઉર્ફે આરતીબેન સંજયભાઇ અગેચણીયા રહે.શોભેશ્વર વાણીયા સોસાયટી મોરબી-૦૨ ના કહેવાથી વેચાણ કરતા હોવાની કબૂલાત આપી હતી હાલ તાલુકા પોલીસે દેશી દારૂ તથા ઍક્સેક મોપેડ સહિત કુલ ૧૮,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ મહિલા આરોપીની અટક કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.