વાંકાનેર તાલુકા પોલીસે બોલેરો સહિત કુલ ૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.
વાંકાનેર તાલુકાના ગારીયા ગામ નજીક નેશનલ હાઇવે ઉપર વાંકાનેર તાલુકા પોલીસે બોલેરો પીકઅપમાંથી ૧૦૦૦ લીટર દેશી દારૂ કબજે કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનાર બે શખ્સના નામ ખુલતા, પોલીસે તે બન્ને આરોપીઓને ફરાર દર્શાવ્યા છે.
વાંકાનેર તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે ગારીયા ગામ નજીક નેશનલ હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન મહીન્દ્રા કંપનીની સફેદ કલરની બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૦૩-બીડબલ્યુ-૩૨૦૧ માંથી ગેરકાયદેસર રીતે હેરાફેરી થતો આશરે ૧૦૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૨ લાખ ઝડપી લેવામાં અકવ્યો છે, આ સાથે પોલીસે બોલેરો ચાલક ઈમરાનભાઈ ઉર્ફે ભાઈજાન રજાકભાઈ ડેલીવાળા ઉવ.૩૦ રહે. ચોટીલા તથા આરોપી સંજયભાઈ ઉર્ફે બગો દુદાભાઈ મેર ઉવ.૨૪ રહે. મોટી મોલડી એમ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જોકે દેશી દારૂનો જથ્થો મોકલનાર વિજયભાઈ ઉર્ફે ભુરો વાલજીભાઈ માલકીયા રહે. રેશમીયા તા.ચોટીલા અને જથ્થો મંગાવનાર કુલદિપભાઈ ભરતભાઈ પાડલીયા રહે. બેલા રંગપર તા.મોરબી વાળા સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તે બન્નેને તાલુકા પોલીસે ફરાર જાહેર કર્યા છે. આ સાથે પોલીસે બોલેરો તથા દેશી દારૂ સહિત કુલ રૂ.૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.









