Sunday, March 29, 2026
HomeGujaratમોરબીના વાવડી રોડ ખાતે એકટીવા ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા બે પકડાયા

મોરબીના વાવડી રોડ ખાતે એકટીવા ઉપર વિદેશી દારૂની હેરાફેરી કરતા બે પકડાયા

મોરબીના વાવડી રોડ ઉપર એકટીવા મોપેડમાં વિદેશી દારૂના ૧૬ નંગ ચપલા સાથે નીકળેલ બે ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલ આરોપીઓની પૂછતાછમાં દારૂ આપનારનું નામ ખુલતા તેને પોલીસે ફરાર દર્શાવી દારૂ, એકટીવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ ઓએટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી રોડ બાપાસીતારામની મઢુંલી નજીક એકટીવા રજી.નં. જીજે-૩૬-એકે-૭૯૨૯ મોપેડ ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલ બે ઇસમોને રોકી તેની ઓએસે રહેલ પ્લાસ્ટિકની થેલીની તલાસી લેતા તેમાંથી જુબીલી સ્પેશિયલ વ્હિસ્કીના ૧૬ નંગ ચપલા કિ.રૂ.૧,૨૮૦/- મળી આવ્યા હતા. જેથી તુરંત બંને આરોપી નવઘણભાઈ રઘુભાઈ ડેડાણીયા ઉવ.૨૮ રહે. લાયન્સનગર મીરબી તથા આરોપી કિરીટભાઈ મનજીભાઈ દેત્રોજા ઉવ.૪૪ રહે. વાવડી રોડ ગાયત્રીનગર મોરબી મૂળ રહે. માણેકવાડા તા.જી.મોરબી વાળાની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બંને આરોપીઓની સઘન પૂછપરછમાં આ દારૂ અન્ય આરોપી કારો રહે. લાતી પ્લોટ વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા, પોલીસે એકટીવા તથા દારૂ સહિત રૂ.૫૧,૨૮૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!