માળીયા(મી) પાસે આવેલ નિરુબેન નગર ગામના પાટિયા પાસે પોલીસે કાર અટકાવી તલાશી લેતા લાખોના દારૂ સાથે એક નિવૃત આર્મીમેન સહિત બે શખ્સોને ઝડપી લેવાયા છે.
જેમાં મોરબી ઈન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક અતુલ બંસલ દ્વારા મોરબી જિલ્લામાં દારૂ અંગેની બદી સંપૂર્ણ નાબૂદ કરવાની સૂચના આપેલ હોય જેથી ઈન્ચાર્જ સીપીઆઈ વિરલ પટેલ ના માર્ગદર્શન હેઠળ માળીયા(મી) પોલીસ પેટ્રોલિંગ માં હોય તે દરમિયાન માળીયા(મી) પોલીસના મહિપતસિંહ સોલંકી અને જયદેવસિંહ ઝાલાને સંયુક્ત બાતમી મળી હતી કે ફોર્ડ કમ્પની ની સફેદ કલરની ઇકો સ્પોર્ટ કાર નં. GJ-06-MD-6886 વાળી આમરણ થી માળીયા તરફ આવી રહી છે જેમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છે જેથી બાતમી મુજબની ગાડી નીકળતા પોલીસ સ્ટાફ દ્વારા તેને રોકીને તલાશી લેતા ગાડીમાંથી બે શખ્સો કૃષ્ણદેવસિંહ ગીરવાનસિંહ ગોહિલ(ઉ.વ.૩૭ ધંધો નિવૃત આર્મીમેન રહે.ધારડી તા.તળાજા જી.ભાવનગર) અને ચેતન ભગતભાઈ બારૈયા (ઉ.વ.૨૮ ધંધો મજૂરી રહે.સરતાનપર તા.તળાજા જી.ભાવનગર) ને ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ વેટ ૬૯ ની ૧૨ બોટલ, વિલિયમ લોસન્સ સ્કોચ વહીસ્કીની ૧૨ બોટલ, ઓફિસર ચોઈસ ની ૨૪ બોટલ, ૧૦૦ પાઈપર્સ સકોચની ૧૨ બોટલ, બ્લેક એન્ડ વાઈટની ૧૨ બોટલ, મેકડોવેલ નં.૧ ની ૧૨ બોટલ, બ્રિહનશ ડોકટર બ્રાન્ડની ૪૮ બોટલ, જોની વોકર ની ૧૦૦ મળી કુલ ૨૩૨ બોટલ તથા એક ઇકો સ્પોર્ટ કાર અને ત્રણ મોબાઈલ.મળી કુલ કી. રૂ.૫,૧૮,૩૦૦ ના.મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં માળીયા(મી) પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.ડી.જાડેજા, ક્રિપાલસિંહ ચાવડા, મહિપતસિંહ સોલંકી, ભોજરાજસિંહ ઝાલા, જયદેવસિંહ ઝાલા, સમરથસિંહ ઝાલા, વિપુલભાઈ, મહેન્દ્રસિંહ ચુડાસમા અને દશરથસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.