મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે શનાળા રોડ સરદાર બાગ સામે સત્યમ પાનવાળી શેરીમાં આવેલ બાલાજી નામની ઓફિસમાંથી તેમજ કેતન રેફ્રિજરેટરની દુકાનમાંથી વિદેશી દારૂની ૧-૧ બોટલ સાથે ઈસમો પકડાયા હતા. જેમાં બાલાજી ઓફિસમાંથી આરોપી મિલનભાઈ ભરતભાઇ ગણેશભાઈ કણજારીયા ઉવ.૨૫ રહે.ભક્તિનગર-૩ ની બાજુમાં સત્યમ પાનવાળી શેરીમાં મોરબી વાળા પાસેથી વિદેશી દારૂ ઓલ સેસન ગોલ્ડન કલેક્શન વ્હિસ્કીની ૫૦૦મીલી.ભરેલ બોટલ કિ.રૂ.૫૦૦/-મળી આવી હતી. જ્યારે કેતન રેફ્રિજરેટર નામની દુકાનમાંથી આરોપી ઉન્નતસિંહ હરીસિંહ ચાવડા જાતે.દરબાર ઉ.વ.૪૦ રહે.મોરબી શનાળા રોડ સત્યમપાન વાળી શેરી વિશ્વકર્મા પાર્ક મહાદેવ મંદીર પાછળ મોરબી વાળા પાસેથી ઓલ સિઝનસેસન ગોલ્ડન વ્હિસ્કીની એક શીલપેક બોટલ કિ.રૂ.૬૦૦/- મળી આવી હતી, જેથી પોલીસે બન્ને આરોપીઓની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.