Wednesday, April 30, 2025
HomeGujaratમાળીયા(મી)ના સરવડ નજીક કારમાં ૧૫૦ લીટર દેશી દારૂ સાથે બે પકડાયા,અન્ય એકની...

માળીયા(મી)ના સરવડ નજીક કારમાં ૧૫૦ લીટર દેશી દારૂ સાથે બે પકડાયા,અન્ય એકની શોધખોળ.

માળીયા(મી)ના સરવડ ગામ સામે રોડ ઉપરથી માળીયા(મી) પોલીસે સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-એસી-૯૧૯૮ માં દેશી દારૂની હેરાફેરી કરતા આરોપી તાજમામદભાઇ ઉર્ફે તાજુ કરીમભાઇ સંઘવાણી જાતે.મીયાણા ઉવ-૩૫ રહે.વાડા વિસ્તાર માળીયા(મી) તથા આરોપી અનવરભાઇ હુશેનભાઇ ખોડ ઉવ.૩૦ રહે-માળીયા મી ખોડવાસ એમ બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે ૧૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૩૦ હજાર તથા સ્વીફ્ટ કાર કિ.રૂ.૩ લાખ એમ કુલ ૩.૩૦ લાખનો મુદ્દામાલ પકડી લેવામાં આવ્યો છે, ત્યારે પકડાયેલ બન્ને આરોપીઓની પૂછપરછમાં આ દેશી દારૂના ગોરખધંધામાં ભાગીદાર એવા આરોપી અલીભાઇ ગુલમામદભાઇ સંઘવાણી રહે. નવાગામ તા.માળીયા(મી) વાળાના નામની કબુલાત આપતા તે હાજર મળી નહિ આવતા તેને ફરાર દર્શાવી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!