એલસીબી ટીમે રૂ.૩.૦૩ લાખનો દેશી દારૂ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૮.૬૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો.
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે માળીયા(મી) તાલુકાના નવાગામમાં રેઇડ કરી રહેણાંક અને ટ્રેક્ટરમાંથી દેશી દારૂનો જંગી જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે, ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમના દરોડા દરમિયાન ૧૫૧૫ લીટર દેશી દારૂ, ટ્રેક્ટર, બે મોબાઇલ સહિત ૮.૬૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, આ સાથે પકડાયેલ બંને આરોપીની સઘન પૂછતાછમાં દેશી દારૂના ગોરખધંધામાં સંડોવાયેલ અન્ય ચાર આરોપીના નામની કબુલાત આપતા ક્રાઇમ બ્રાંચ પોલીસે કુલ છ આરોપીઓ વિરુદ્ધ માળીયા(મી)પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. હીતેન્દ્રસિંહ ચુડાસમા, પો.હેડ કોન્સ. નિરવભાઇ મકવાણા, પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયા, વિક્રમભાઇ રાઠોડને સયુંકતમાં ખાનગીરાહે મળેલ હકિકત આધારે માળીયા તાલુકાના નવાગામે રહેણાંક મકાન તથા ટ્રેકટરમાં અમુક ઈસમો દેશી દારૂનો જથ્થો રાખી તેનુ વેચાણ કરે છે. તેવી હકિકત આધારે ઉપરોક્ત સ્થળે રેઇડ તપાસ કરતા રહેણાંક અને ટ્રેક્ટર-ટ્રોલીમાંથી દેશી દારૂ લીટર-૧,૫૧૫ કિ.રૂ.૩.૦૩ લાખ, મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૫ હજાર તથા ટ્રેકટર ટ્રોલી કિ.રૂ.૫.૫૦ લાખ એમ કુલ ૮.૬૮ લાખના મુદ્દામાલ સાથે બે આરોપી સબીર મહમદહનીફ ઉર્ફે બાબો જેડા તથા ઇરસાદ મહમદહનીફ ઉર્ફે બાબો જેડા બંનેરહે. મોરબી રણછોડનગર મુળ નવાગામ તા.માળીયા(મી) વાળાની અટક કરી હતી.
આ સાથે દેશી દારૂનો જંગી જથ્થો રાખી તેનું વેચાણ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ અન્ય ચાર આરોપી જેમાં ઇરફાન મહમદહનીફ ઉર્ફે બાબો જેડા રહે.નવા ગામ તા.માળીયા(મી), અવેશ સુભાનભાઇ કટીયા રહે.નવાગામ તા.માળીયા(મી), મહમદભાઇ ઉર્ફે બાબો રાયબભાઇ જેડા રહે. મોરબી રણછોડનગર મુળ નવા ગામ તા.માળીયા(મી) તથા ઇમરાન રાયબભાઇ જેડા રહે. મોરબી રણછોડનગર મુળ નવાગામ તા.માળીયા(મી) પોલીસની રેઇડ દરમિયાન હાજર નહીં મળી આવતા કુલ છ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.