વાંકાનેર તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી ઠીકરીયાળા ગામ નજીક ઓવરબ્રિઝ ઉપરથી એક દેશી દારૂ ભરેલ ઇકો કાર ઝડપી લેવામાં આવી છે, જેમાં ૪૦૦ લીટર દેશી દારૂ સાથે બે ઇસમોની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી છે, જ્યારે પકડાયેલ આરોપીઓની પૂછતાછમાં દેશી દારૂ મોકલનાર અને મંગાવનારના નામની કબુલાત આપતા, તાલુકા પોલીસે કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકા પોલુસને બાતમી મળી કે એક સફેદ કલરની ઇકો કાર રજી.નં. જીજે-૦૩-એચકે-૧૦૨૪ માં દેશી દારૂની હેરાફેરી થવાની છે, જેથી તુરંત પોલીસ ટીમ તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમાં વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિઝ ઉપર વોચમાં હોય તે દરમિયાન ઇકો કાર ત્યાંથી પસાર થતા તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી પ્લાસ્ટિકના બાચકામાં ૪૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, આ સાથે પોલીસે આરોપી રમેશ ઉર્ફે અટી ભીખાભાઇ બોહકીયા ઉવ.૩૦ રહે.ધારાડુંગરી ગામ તા.સાયલા જી.સુ.નગર તથા પ્રવીણભાઈ દેવભાઈ ઉઘરેજા ઉવ.૩૨ રહે.રહે.ધારાડુંગરી ગામ તા.સાયલા જી.સુ.નગર વાળાની અટકાયત કરવામાં આવી છે, જ્યારે દેશી દારૂ મંગાવનાર આરોપી નરેશભાઈ પરષોત્તમભાઈ કોળી રહે.મોરબી ત્રાજપર ખારી યોગીનગર સોસાયટી તેમજ માલ મોકલનાર આરોપી તરીકે રવિ ભુદરભાઈ કોળી રહે.નળખંભા તા.થાનગઢ જી.સુ.નગર વાળાના નામની પકડાયેલ આરોપીઓ કબુલાત આપતા તે બન્ને આરોપીને ફરાર દર્શાવી, વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, આ સાથે પોલીસે ૪૦૦ લીટર દેશી દારૂ રૂ.૮૦,૦૦૦/-તથા ઇકો કાર રૂ. ૨.૦ લાખ એમ કુલ ૨.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીઓને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.