Monday, April 6, 2026
HomeGujaratમોરબીના દલવાડી સર્કલ નજીક એકટીવામાં બિયરના ૪૮ ડબલા સાથે બે પકડાયા, સપ્લાયરનું...

મોરબીના દલવાડી સર્કલ નજીક એકટીવામાં બિયરના ૪૮ ડબલા સાથે બે પકડાયા, સપ્લાયરનું નામ ખુલ્યું

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન દલવાડી સર્કલ નજીક શંકાસ્પદ હાલતમાં એકટીવા રજી.નં. જીજે-૩૬-એએમ-૨૧૦૨ ઉપર નીકળેલા બે શખ્સોને રોકી તેની પાસે રહેલ બાચકાની તલાસી લેતા તેમાંથી કિંગફિશર બિયરના ૪૮ ટીન કિ.રૂ.૭,૬૮૦/-મળી આવ્યા હતા. જેથી એકટીવા ચાલક આરોપી દિલીપભાઈ મગનભાઈ ધોળકીયા ઉવ.૩૦ અને મનોજભાઈ ધનજીભાઈ ધોળકીયા ઉવ.૨૭ બન્ને રહે. શકત શનાળા વાળાની અટક જારવામાં આવી હતી. જ્યારે આરોપીઓની સઘન પૂછતાછમાં આ બિયરનો જથ્થો નિલેશભાઈ ઉર્ફે હકુ પુનાભાઈ વાળા રહે. મોરબી શનાળા બાયપાસ મનુભાઈ પાર્ક મોરબી વાળા પાસેથી લાવ્યા હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે બિયર તથા એકટીવા સહિત રૂ.૫૭,૬૮૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!