મોરબી શહેર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતી પ્લોટ શેરી નં. ૮ ના નાકે શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના બાચકા સાથે ઉભેલા બે ઇસમોને રોકી તેના પાસે રહેલ બાચકાની તલાસી લેતા તેમાથી ગ્રીનપાર્ક વ્હિસ્કીની ૬ નંગ બોટલ કિ.રૂ.૧,૮૦૦/-મળી આવી હતી, જેથી તુરંત બન્ને આરોપી સાહિલભાઈ કરીમભાઈ ચાનીયા ઉવ.૨૩ રહે.લાતી પ્લોટ શેરી નં.૮ મોરબી તથા આરોપી અનિષભાઈ હુશેનભાઈ સુમરા ઉવ.૨૧ રહે. જોન્સનગર શેરી નં ૧૪ મોરબી વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી બન્ને વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


                                    






