હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે ટીકર(રણ) ગામે રહેણાંક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની ૮૩ બોટલ સાથે મકાન-માલીક સહિત બે ઇસમોની અટકાયત કરી હતી.
મળતી વિગતો મુજબ, હળવદ પોલીસ ટીમને બાતમી મળી કે, ટીકર(રણ) ગામે કરણ રાણેવાડીયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે તુરંત ટીકર(રણ) ગામે રહેણાંક મકાનમાં રેઇડ કરતા જ્યાં આરોપી કરણ ભુપતભાઇ લાભુભાઈ રાણેવાડીયા ઉવ.૨૦ તથા વિષ્ણુ મુળજીભાઈ મહાદેવભાઈ નંદેસરીયા ઉવ.૨૬ રહે. હળવદ તાલુકાના લીલાપર(ચંદ્રગઢ) ગામ વાળાને વિદેશી દારૂ ગ્રીન લેબલ વ્હિસ્કીની ૮૪૩ નંગ બોટકલ કિ.રૂ.૯૧,૩૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









