Saturday, January 11, 2025
HomeGujaratમોરબીમાં બે સ્થળોએથી વિદેશી દારૂની બોટલો સાથે બે ઝડપાયા

મોરબીમાં બે સ્થળોએથી વિદેશી દારૂની બોટલો સાથે બે ઝડપાયા

મોરબીમાં વિદેશી દારૂની બદીને અટકાવવા મોરબી જિલ્લા પોલીસ દિન રાત કાર્યવાહી કરી રહી છે. અને એક બાદ એક બુટલેગરો પર રેઈડ કરી વિદેશી દારૂનો જથ્થો નાની-મોટી માત્રામાં પકડી પાડી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએથી વિદેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટિમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મહેંદ્રનગર ચાર રસ્તાથી મોરબી-માળીયા નેશનલ હાઇવે ઉપર આવેલ એમ્પાયર ૩૬ કોમ્પલેક્ષમાં વિદેશી દારૂનું વેચાણ થાય છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી સુભાષભાઇ હસમુખભાઇ પટેલ (રહે- દલવાડી સર્કલ પાસે મોરબી)ની બીજા માળે આવેલ ૨૧૧ નંબરની ઓફિસમાંથી રૂ. ૬૦૦૦/- ની કિંમતની JAMESON TRIPLE DISTILLED IRISH WHISKEYની ૦૩ બોટલ,, JOHNNIE WALKER RED LABEL BLENDED SCOTCH WHISKEYની રૂ. ૧૫૦૦/-ઈ કિંમતની ૧ બોટલ, BALLANTINES FINEST BLENDED SCOTCH WHISKEYમી રૂ. ૪૫૦૦/-ની કિંમતની ૦૩ બોટલનો મુદ્દામાલ મળી આવતા પોલીસે આરોપી સુભાષભાઇ હસમુખભાઇ પટેલની અટકાયત કરી છે.

બીજા બનાવમાં, મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના બસ સ્ટેન્ડ સામેથી વિવેકભાઇ કિશોરભાઇ ધોળકીયા (રહે-વરીયાનગર,સૌ-ઓરડી,મોરબી-૦૨ મુળ રહે-નાનીબરાર તા-માળીયા (મિં) જી-મોરબી) નામના શખ્સને ભારતીય બનાવટની વાઇટ લેસ વોડકા ઓરેજ ફ્લેવરની રૂ.૯૦૦/-ની કિંમતની ૦૩ બોટલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!