Thursday, April 17, 2025
HomeGujaratમોરબીના જુના સાદુળકા ગામ નજીક ૨૦૦ લીટર દેશી દારૂ ભરેલી ઇકો કાર...

મોરબીના જુના સાદુળકા ગામ નજીક ૨૦૦ લીટર દેશી દારૂ ભરેલી ઇકો કાર સાથે બે પકડાયા,બે ફરાર

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં પાવડીયારી કેનાલ રોડ ઉપરથી ઇકો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને મોરબી તાલુકા પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે પકડાયેલ આરોપીઓ દ્વારા સમગ્ર ગોરખધંધામાં સંડોવાયેલ અન્ય બે ઇસમોના નામની કબુલાત આપતા તાલુકા પોલીસે કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક સફેદ કલરની મારૂતી સુઝીકીની ઇકો ગાડી નંબર જીજે-૩૬-એજે-૪૬૩૧ વાળી ગાડીમાં માળીયા(મી)-મોરબી નેશનલ હાઇવે તરફથી ભરતનગર થઇ પાવડીયારી કેનાલ તરફ આવે છે, જે મળેલ હકીકતને આધારે, પોલીસ ટીમ વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત રજી.નામરની ઇકો કાર ત્યાંથી પસાર થતા તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી ૨૦૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, આ સાથે આરોપી ઈમરાનભાઈ જાનમામદ ઉવ.૨૧ રહે-વાળા વિસ્તાર માળીયા(મી) તથા સિંકદર મુસ્તાકભાઈ કાજેડિયા ઉવ.૨૦ રહે-સરકારી હોસ્પીટલની બાજુમાં માળીયા(મી)ની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી હતી. ત્યારે પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછતાછમાં અન્ય બે આરોપીઓના નામ ખુલવા પામ્યા હતા, જેમા આરોપી ઇસ્મતઅલી અબ્બાસભાઇ મોવર રહે.માળીયા(મી) હરીપર ગામની ગોળાઈ પાસે તથા ભરતભાઇ વલ્લભાઈ ઉઘરેજીયા રહે-બેલા ગામની સીમમાં ઝુપડામાં તા.જી.મોરબી. હાલ તાલુકા પોલીસે દેશી દારૂનો જથ્થો તથા ઇકો કાર સહિત ૧.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી દરોડા દરમિયાન હજાર નહીં મળી આવેલ બન્ને આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સફળ કામગીરીમાં તાલુકા પોલીસ મથક પીઆઇ એસ.કે. ચારેલ તથા એએસઆઈ ભુપતસિંહ પરમાર, હેડ કોન્સ.એ.પી.જાડેજા, મહાવીરસિંહ પરમાર, ચંન્દ્રસિંહ પઢીયાર, દેવશીભાઈ મોરી, કોન્સ. કેતનભાઇ અજાણા, રમેશભાઈ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, મહેન્દ્રસિંહ ચુડાસમા, કુલદિપભાઇ કાનગડ, વિજયભાઇ ડાંગર, અરવિદભાઇ મકવાણા, શક્તિસિંહ જાડેજા, અજયભાઇ લાવડીયા, સિધ્ધરાજભાઈ લોખીલ, અરવિંદભાઇ મકવાણા, અર્જુનસિંહ પરમાર, યસવંતસિંહ ઝાલા, હસમુખભાઇ વોરા, રામદેવસિંહ જાડેજા સહિતના જોડાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!