રાજકોટનાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ આગામી દિવસોમાં આવનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતીપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લા પોલીસે બે અલગ-અલગ સ્થળો પરથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ નવા ડેલા રૉડ રાવળશેરી પાસે જાહેર રોડ પર જતા કિશનભાઈ ઉર્ફે બિન ભીખાભાઈ મેવાડા નામના શંકાસ્પદ શખ્સને રોકી તેની પૂછપરછ કરી તેને તપાસતા તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કીની ૧ બોટલ મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના વિરાટનગર ગામના બસ સ્ટેન્ડ પાસેથી જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ઝાલા નાના શખ્સને રોકી તેની તપાસ કરતા તેની પાસેથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની જોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૦૧ બોટલ મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..