Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં બે અલગ અલગ સ્થળોએથી દારૂ બિયર સાથે બે ઝડપાયા

મોરબીમાં બે અલગ અલગ સ્થળોએથી દારૂ બિયર સાથે બે ઝડપાયા

મોરબીમાં વિદેશી દારૂ પકડવાનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ સ્થાનિક પોલીસે પણ ચેકીંગમાં વધારો કરી દીધો છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પ્રથમ દરોડામાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી વીસીપરા અમરેલી રોડ પરથી એક શખ્સ તેના GJ-36-AB-7030 નંબરના સ્પ્લેન્ડર મોટરસાઇકલમાં વિદેશી દારૂ લઈ નીકળનાર છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી સ્થળ પરથી આરોપી સદરહુ મોટરસાઇકલ લઈ પસાર થતા પોલીસે આરોપીને પકડી પાડી તેની પાસેથી બીયર ટીન કીંગ ફીશર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયરના રૂ.૧૦૦૦/-ની કિંમતના ૧૦ ટીમ મળી આવતા પોલીસે રણજીભાઇ બળદેવભાઇ સરવૈયા (રહે.હાલ મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે જોન્સનગર શેરી નં.૭ પ્રવિણભાઇ મગનભાઇ સરવૈયા સાથે મુળ રહે.નિરૂબેનનગર કેશુબાપાની દુકાન વાળી શેરીમાં તા.માળીયા(મીં) જી.મોરબી) નામના ઈસમની અટકાયત કરી ટીન સહીત રૂ.૩૦,૦૦૦/-ની કિંમતનું મોટરસાઇકલ મળી કુલ રૂ.૩૧,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, જીલાણી હોટલ પાસે રેઇડ કરી હોટલ પાછળથી ભારતીય બનાવટની રોયલ સ્ટગ ડીલક્ષ વ્હીસ્કીની કાચની કંપની શીલપેક રૂ૪૦૦/-ની કિંમતની ૦૧ બોટલ સાથે સિયારામ પાંચારામ ચૌધરી (રહે. બડગાંવ, તા.મેડતા, જી.નાગૌર, રાજસ્થાન) નામનો ઈસમ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!