Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં બે સ્થળોએથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા

મોરબીમાં બે સ્થળોએથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા

મોરબીમાં વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું હોવાની રાવ ઉઠતા જ પોલીસ તંત્ર દ્વારા એક રેઈડ કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા બે સ્થળોએ રેઈડ કરી બે ઈસમોને વિદેશી દારુના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામની સીમમાં ધર્મસિધ્ધિ સોસાયટીના નાકે જાહેર રોડ ઉપર રેઈડ કરી પંકજભાઇ મનજીભાઇ રાઠોડ (રહે-ધર્મ સિધ્ધી સો.સા.નવા જાંબુડીયા તા.જી.મોરબી મુળ રહે-પછેગામ તા-ગારીયાધાર જી.ભાવનગર) નામના શખ્સને ભારતીય બનાવટની ગ્રીન લેબલ એકસપોર્ટ સ્પેશીયલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કીની ૦૩ બોટલનાં રૂ.૧૦૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં, ટંકારા પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે છતર ગામના પાટીયા પાસે પોલીસ ચેક પોસ્ટ પર વોચ ગોઠવી રાખી GJ03BU-3295 નંબરની સી.એન.જી.રીક્ષા સ્થળ પરથી નીકળતા પોલીસે રિક્ષાને અટકાવી તેમાં તપાસ કરતા રિક્ષામાંથી ઇગ્લીશ દારૂની બોટલો GRAND AFFAIR પ્રીમીયમ વ્હીસ્કીની કુલ રૂ. ૧૪,૪૦૦/-ની કિંમતની ૪૮ બોટલો મળી આવતા પોલીસે દારૂ તથા બજાજ કંપનીની સી.એન.જી.રીક્ષા મળી કુલરૂ. ૮૪,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પરીમલ ત્રીભોવનભાઇ સોલંકી (રહે- અવધના ઢાળીયે કાલાવાડ રોડ આંબેડકરનગર મકાન નંબર- ૩૦૮ તા.જી-રાજકોટ) નામના શખ્સની અટકાયત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!