Monday, December 23, 2024
HomeGujaratમોરબી શહેરમાં બે સ્થળોએથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા

મોરબી શહેરમાં બે સ્થળોએથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા ગઈકાલે એક જ દિવસમાં બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને બંને સ્થળોએથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, કંડલા બાયપાસ સ્વામીનારાયણ મંદીર પાસેથી એક શખ્સ બિયરના ટીન લઈ નીકળનાર છે. જે હકીકતનાં આધારે પોલિસે સ્થળ પર વોચ ગોઠવી રાખી દિપકભાઈ રાજુભાઈ બુધ્ધદેવ (રહે મોરબી વાઘપરા શેરી નં.૩) નામના આરોપીને ગેરકાયદેસર ભારતીય બનાવટના બિયર ટીન હાયવર્ડ સુપર સ્ટ્રોંગના ૨ બિયર ટીનનાં રૂ.૨૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજા દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા બાતમીનાં આધારે નાનીવાવડી કેનાલ પાસે ગાડામારગ પરથી અજયસિંહ ભાવુભા જાડેજા (રહે.મોરબી નાનીવાવડી ભગવતીપાર્ક મુળરહે.મોટા દહીસરા તા.માળીયા(મી)) નામના શખ્સને ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.૧ કલેકશન વ્હીસ્કીની સીલ તુટેલ ૧ બોટલ રૂ.૩૦૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!