Saturday, January 11, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં બે સ્થળોએથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા, એક ફરાર

મોરબી જિલ્લામાં બે સ્થળોએથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા, એક ફરાર

મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે બાતમીના આધારે બે સ્થળોએ રેઈડ કરી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો અને દારૂ સાથે બે ઈસમોની અટકાયત કરી હતી. જયારે એક ઈસમ ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પીપળી રોડ, પ્રભુક્રુપા રેસીડેંસીની પાસે રેઈડ કરી ઝાડી ઝાખરામા છુપાળેલ ભારતીય બનાવટની વિદેશી દારૂ BLENDERS PRIDE SELECT PREMIUM WHISKYની કુલ રૂ.૨૬,૩૫૦/-ની કિંમતની ૩૧ બોટલો ઝડપી પાડી હતી અને મુદ્દામાલ સાથે રસીકકુમાર કાનજીભાઇ રાણીપા (રહે- રવાપર ધુનડા રોડ, ઉમીયાનગર સોસા., પ્રતીકભાઇ પટેલના મકાનમા ભાડેથી મોરબી મુળગામ- વાઘગઢ તા.ટંકારા જી.મોરબી) નામના શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બીજા બનાવમાં, મોરબી તાલુકા પોલીસે બાતમીનાં આધારે પીપળી ગામની સીમ શિવ પાર્ક-૨ સોસાયટીમાં આવેલ વિજયભાઇ ઉર્ફે કારો મનહરભાઇ હમીરપરાના રહેણાંક મકાને રેઈડ કરી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની રોયલ સ્ટગ સુપરીયર વ્હીસ્કીની રૂ.૬૮૦૦/-ની કિંમતની ૧૭ બોટલો કબ્જે કરી વિજયભાઇ ઉર્ફે કારો મનહરભાઇ હમીરપરા નામના શખ્સની અટકાયત કરી છે. અને આરોપીની પૂછપરછ કરતા તેને આ દારૂ પંકજભાઇ પાસેથી લીધો હોવાની કબૂલાત કરતા પોલીસે બંને વિરુદ્ધ ગુન્હો નોંધી પંકજભાઇને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!