ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના સરકારી દાવા થઈ રહ્યા છે. જો કે, તેમ છતાં હજુ પણ રાજ્યમાં પોલીસના હાથે રોજના લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. પોલીસનું કડક પેટ્રોલિંગ હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે આજે વાંકાનેર સીટી પોલીસે એક શખ્સને થાન બાજુથી વાંકાનેર સીટી તરફ આવતા બે શખ્સોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને મોરબી એસ.પી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીજુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જેથી મોરબીના નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલાને ખાનગીરાહે હકીકત મળેલ કે, થાન બાજુથી વાંકાનેર સીટી તરફ એક ગ્રે કલરની GJ-36-B-2690 નંબરની ઈક્કો ગાડી ઈંગ્લીશદારૂનો જથ્થો ભરીને આવનાર છે. તેમજ સદર ગાડીમા આગળની ભાગે પાયલોટીંગમા એક GJ-36-C-1015 નંબરનું સ્પેન્ડર મોટરસાઈકલ છે. જે હકીકતને આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો કામગીરી માટે પ્રત્યનશીલ હોય જેથી હકીકત વાળા વાહનોની વોચ તપાસમા હતા. તે દરમ્યાન પહેલા મોટરસાઈકલ વાહન અને તેની પાછળ હકીકત વાળી ઇક્કો કાર આવતા જેમા ચેક કરતા ગેર કાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતિય અલગ-અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂની રૂ.૬૪,૭૪૦/-ની કિંમતની ૧૬૮ બોટલો મળી આવતા પોલીસે મુદ્દામાલ સાથે વિપુલભાઈ જગાભાઈ ઉધરેજા (રહે.મક્તાનપર તા.વાંકાનેર જી.મોરબી) તથા અર્જુનભાઈ લાભુભાઈ આલ (રહે. થાનગઢ ખોડીયાર સોસાયટી બસ સ્ટેશન પાસે તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર)ને પકડી પડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહી ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.