મોરબીમાં દેશી-વિદેશી દારૂ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએ રેઈડ કરી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીનાં આધારે શકત શનાળા તળાવ પાસે રેઈડ કરી પ્રવીણભાઇ ઉર્ફે મુનો રતીલાલ (રહે.મોરબી રવાપર તળાવના કાંઠે ગોલ્ડન માર્કેટ પાછળ ભાડાના મકાનમા મુળરહે.ઉમીયાનગર (મહેન્દ્રપુર) તા.ટંકારા) નામના શખ્સને વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની રૂ.૩૦૦/-ની કિંમતની એક બોટલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીનાં આધારે લુણસરીયા ગામ પાસે હનુમાનજીના મંદીર સામે સુરાપુરાના ઓટા પાસે વોચ ગોઠવી રાખી GJ-૦૩-KH-૪૭૮૨ નંબરની ઈકો ફોરવીલ પુરઝડપે જતી હોય તેને રોકવાનો પ્રયાસ કરતા કર ચાલક કમલેશભાઈ ધીરૂભાઈ ઉઘરેજીયાએ ઓટાની કાર ન રોકી કર પુરઝડપે અને બેફીકરાઈથી મનુષ્યની જીંદગી જોખમાઈ તે રીતે ચલાવી દેશીદારૂ ભરેલ ઇકો લુણસરીયા ગામ પાસે હનુમાનજીના મંદીર સામે સુરાપુરાના ઓટા પાસે ભટકાતા પોલીસે આરોપીને પકડી પાડી કારમાં રહેલ રૂ.૩૫૦૦/- ની કિંમતનો ૧૭૫ લીટર દેશી દારૂઓ દારૂ કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ લાલો કોળી નામના શખ્સનું નામ ખુલતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.









