મોરબી એ ડિવિઝન પોલીસ ટીમે બે અલગ-અલગ સ્થળેથી વિદેશી દારૂની કુલ સાત બોટલ સાથે બે ઇસમોની અટકાયત કરી છે. જેમાં પંચાસર રોડ ઉપર આવેલ દરગાહની પાસેથી આરોપી મયુરભાઈ પ્રેમજીભાઈ છગનભાઇ વાઘેલા ઉવ.૨૧ રહે.ઓમપાર્ક લક્ષ્મીનગર માળીયા હાઇવે મોરબી વાળાને વિદેશી દારૂની બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૯૭૯/-સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે શહેરના શક્તિ ચોક નજીકથી આરોપી રાજુભાઇ જાદવભાઈ કાનાભાઈ સરાણીયા ઉવ.૩૨ રહે.જાંબુડીયા આર.ટી.ઓ. ઓફિસની બાજુમાં ઝૂંપડામાં તા.મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૭ નંગ બોટલ કિ.રૂ.૪,૮૭૨/- સાથે પકડી લેવામાં આવ્યો હતો. હાલ સીટી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









