વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાતાવીરડા ગામે કેપ્રોન સીરામીક અને કલર ચોકડી એમ બે અલગ અલગ સ્થળેથી બે ઈસમો ત્રણ-ત્રણ બિયસરના ટીન સાથે મળી આવ્યા હતા.
જેમાં પ્રથમ કેસમાં રાતાવીરડા ગામે કેપ્રોન સીરામીક સામેથી શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા ઇસમને રોકી તેની અંગ ઝડતી કરતા પેન્ટના નેફામાંથી બિયરના ત્રણ ટીન કિ.રૂ.૩૭૫/-મળી આવતા તુરંત આરોપી વસંતભાઈ શામજીભાઈ મકવાણા ઉવ.૨૮ રહે. મોરબી વિજયનગર-૧ રોહિદાસપરા વાળાની સ્થળ ઉપરથી અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજા કેસની મળતી માહિતી મુજબ રાતાવીરડા ગામની કલર ચોકડી નજીક આરોપી હિતેશભાઈ જીલાભાઈ ઉકેડીયા ઉવ.૩૦ રહે. રાતાવીરડા ગામ તા.વાંકાનેર વાળા પાસેથી પણ બિયરના ત્રણ ટીન મળી આવ્યા હતા, હાલ તેની પણ અટક કરી વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.