હળવદમાં જાહેરમાં બીયર ટીનની લેતી દેતી કરતા બે ઈસમોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. આ સાથે પોલીસે મોપેડ સહિત કુલ રૂ. ૨૦,૪૪૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ ટાઉનમાં કણબીપરા વિસ્તારમાં જયુપીટર મોપેડ રજી.નં. જીજે-૩૬-એક્યુ-૧૯૮૯ માં આવેલ કૈલાશભાઇ હિરાભાઇ પરમાર ઉવ.૩૬ રહે.હળવદ સરા રોડ આંબેડકર નગર-૧ વાળાએ કૌશીકભાઇ પ્રવિણભાઇ ગોસ્વામી ઉવ.૩૨ રહે.હળવદ સરા રોડ સિધ્ધનાથ સોસાયટી મુળ રહે.ગામ રામપરા તા.વઢવાણ વાળા પાસેથી બિયર ટુબર્ગની જાહેરમાં લેતી દેતી કરતા હોય ત્યારે હળવદ પોલીસે બન્ને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધેલ હતા, આ સાથે પોલીસે જયુપીટર મોએડ કિ.રૂ.૨૦ હજાર સહિત ૨૦,૪૪૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે