Wednesday, April 17, 2024
HomeGujaratમાળીયા મીં.માં એક જ દિવસમાં બે બાઇકને અકસ્માત નડ્યો : બેના મોત

માળીયા મીં.માં એક જ દિવસમાં બે બાઇકને અકસ્માત નડ્યો : બેના મોત

મોરબી જિલ્લામાં અકસ્માતોના બનાવોએ માજા મૂકી છે. તેવામાં ગઈકાલે માળીયા મીં.માં બે અલગ-અલગ સ્થળોએ બાઈક અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, જામનગરમાં ઘરાનગરનંબર-૧ , શરૂ સેકશન રોડ, સાત ખાતે રહેતા કાસમભાઇ ઉર્ફ અલ્તાફભાઇ ઇબ્રાહીમભાઇ દલ એમનો યુવક ગઈકાલે માળીયા મોરબી નેશનલ હાઇવે રોડ પરથી પોતાની જી.જે-૧૦-સી.આર-૭૬૬૯ નંબરની મોટરસાઇકલ લઈ પસાર થઈ રહ્યો હતો. ત્યારે સુરજબારી પુલ પાસે આવેલ ચેકપોસ્ટ પાસેથી યુવકે પોતાની મોટરસાઇકલ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળ જતા ટ્રકની સાઇડ કાપવા જતા યુવકે મોટરસાઇકલ પરથી કાબુ ગુમાવતા મોટર સાયકલ સ્લીપ મારી જતા તેની સાથે રહેલ સાબીરભાઇ ઇબ્રાહીમભાઇ જોખીયાને ડાબા હાથામા તથા કમર પાસે તથા જમણી આંખ પાસે ઇજા પહોંચી હતી. તેમજ યુવકને હેમરેજ થઇ જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

બીજા બનાવમાં જામનગર ખાતે રહેતા સતારભાઇ કાળાભાઇ પીલુળીયા ગઈકાલે પોતાનું GJ-10 CG-4660 નંબરનું મોટરસાઇકલ લઈ કંડ્લા માળીયા મોરબી નેશનલ હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે હરીપર ગામથી આગળ હિરવા કાટા પાસે તેણે પોતાનું મોટર સાઇકલ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદી રામાભાઇ સવજીભાઇ સાંભળના GJ-12-BY-9833 નંબરના ટ્રકની પાછળના સેફ્ટી ગાર્ડ સાથે ભટકાડી દેતા પોતાને  શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે માળીયા મીં. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!