ગાળા ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે રોડની કટમાં ઈસમે પોતાના હવાલા વાળુ આઇસર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી વણાંક વાળતા સામેથી આવતા યુવકના મોટર સાયકલને સાઇડમાં ઠોકર મારતા રોડ ઉપર પડી જતા બે લોકોને ઇજા પહોંચતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાનાં નાગડા વાસ ગામ ખાતે રહેતા અને સુપર વાઇઝર તરીકે નોકરી કરતા હિતેશભાઈ પ્રભાતભાઈ સનુરા ગત તા.૦૨/૧૦/૨૦૨૩ના રોજ પોતાની GJ-36-AG-8943 નંબરની હિરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ લઈને જતા હતાં. ત્યારે એક ઈસમે પોતાના હવાલા વાળુ GJ-14-Z-2067 નંબરનું આઇસર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ગાળા ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે રોડની કટમાં વણાંક વાળતા સામેથી આવતા ફરીયાદીના મોટર સાયકલને સાઇડમાં ઠોકર મારતા રોડ ઉપર પડી જતા ફરીયાદીને જમણા પગમા ફેક્ચર, બન્ને હાથની કોણીમા તથા ડાબા પગમા સામાન્ય ઇજા થયેલ હોય તથા પાછળ બેસેલ સાહેદ નિલેશભાઇને જમણા પગની પેનીમા તથા માથામા ટાકા લીધેલ હોય અને બન્ને પગના ઢીંચણમા સામાન્ય ઇજાઓ થતાં આઇસર ચાલક વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.