Tuesday, December 24, 2024
HomeGujaratવાંકાનેરના ભલગામ નજીક પાર્કિંગમાંથી બે બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેરના ભલગામ નજીક પાર્કિંગમાંથી બે બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાઈ

ચોટીલા–રાજકોટ હાઇવે રોડ પર આવેલ ભલગામ નજીક ખુલ્લા પાર્કિગ માંથી વધુ બે બાઈક ચોરાયાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ બુધ્ધવિહારના પાર્કિંગમાં નારણભાઇ મુળજીભાઇ બથવાર (ઉ.વ.૪૦ રહે-મોટી મોલડી તા-ચોટીલા)એ હિરો કંપનીનુ સ્પેલન્ડર પ્લસ મોટરસાયકલ નંબર-જીજે-૧૩-એ.કે-૪૩૬૧ પાર્ક કર્યું હતું. તથા સાહેદ વિનોદભાઇ ગોરધનભાઇ બેડવાએ પણ પોતાનું સ્પેલન્ડર પ્લસ મોટર સાઇકલ નંબર-જીજે-૩૬-ઇ-૬૯૦૨ કી.રૂ.-૨૦,૦૦૦ વાળુ પાર્ક કર્યું હતું.જે બને બાઇકને નિશાન બનાવી અજાણ્યા ઈસમો હંકારી જતા નારણભાઇએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ભાળ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!