Wednesday, June 4, 2025
HomeGujaratમોરબીમાં કારમાં ભરી લઈ જવાતા દેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરની ધરપકડ:એકની...

મોરબીમાં કારમાં ભરી લઈ જવાતા દેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરની ધરપકડ:એકની શોધખોળ

રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવની સુચનાથી તેમજ મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીએ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ફોર વ્હિલર ગાડીમા હેરાફેરી કરતા દેશીદારૂના જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડી ફરાર એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમા હતી. તે દરમિયાન તેઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મુમ્તાઝબેન ઇસ્લામુદીન જામ (રહે,માળીયા વનાળીયા સોસાયટી સો ઓરડી મોરબી) પોતાના હવાલાવાળી GJ-03-CR-7639 નંબરની મહિન્દ્રા કંપનીની ઝાઇલો ફોર વ્હિલરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો દેશી દારૂનો ૬૫૦ લીટરનો રૂ.૧,૩૦,૦૦૦/- લઈ નીકળેલ છે. જે હકીકતના આધારે પોલીસે આરોપી મહિલા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. તથા પૂછપરછ દરમિયાન હુશેનભાઇ (રહે, સુરજબારી તા. સામખીયાડી જી.કચ્છ) નામના શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.વસાવા તથા હેડ કોન્સ્ટેબલ જગદિશભાઇ ડાંગર તથા સંજયભાઇ રાઠોડ તથા વિજયભાઇ બાર તથા રાજેશભાઈ ડાંગર તથા હિતેષભાઇ મકવાણા તથા કોન્સ્ટેબલ ભાવેશભાઇ કાંટા તથા રાજપાલસિંહ જાડેજા તથા વિપુલભાઇ બાલસરા તથા દેવાયતભાઈ રાઠોડ તથા પ્રિયંકાબેન પૈજા દ્વારા કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!