Thursday, January 9, 2025
HomeGujaratમોરબીમાં સ્પ્લેન્ડર પ્લસમાં અને એકટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગર ઝડપાયા

મોરબીમાં સ્પ્લેન્ડર પ્લસમાં અને એકટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગર ઝડપાયા

પોલીસે ૭૫૦એમ.એલ.ની ૧ બોટલ તથા ૧૮૦એમ.એલ.ની બે બોટલ સહિત કુલ ત્રણ બોટલ, બાઇક તથા મોપેડ કબ્જે લીધું

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવિઝન અને તાલુકા પોલીસે બે અલગ અલગ સ્થળોએથી સ્પ્લેન્ડર પ્લસ તથા એકટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરને ઝડપી લેવામાં આવ્યા હતા.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ગ્રીન ચોક નજીક પારેખ શેરીના ખૂણા પાસે સ્પ્લેન્ડર પ્લસ રજી.નં.જીજે-૩૬-એએચ-૭૪૪૦ લઈને શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સની તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂ ઇન્નેટ રિઝર્વ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૩૭૫ મળી આવી હતી આ સાથે આરોપી ફૈઝાનભાઇ ગફારભાઇ ખોલેરા ઉવ.૨૦ રહે.કુબેરનાથ મેઇન રોડ ગ્રીનચોકની અટક કરી કુલ રૂ.૪૫,૩૭૫નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

જ્યારે મોરબી તાલુકા પોલીસ ટીમે મોરબી બાયપાસ રોડ ઉપર અમરેલી ગામના બોર્ડ પાસેથી એકટીવા મોપેડ રજી.નં જીજે-૩૬-એએમ-૦૦૫૮ લઈને નીકળેલ જલ્પેશભાઇ ઉર્ફે જલો જગદીશભાઇ ધંધુકિયાને તાલુકા પોલીસ ટીમે રોકી એકટીવાની તલાસી લેતા એકટીવાની ડેકીમાંથી વિદેશી દારૂની ૧૮૦એમએલની બે બોટલ કિ.રૂ.૧૫૦/-મળી આવતા આરોપી જલ્પેશભાઇ ઉર્ફે જલો જગદીશભાઇ ધંધુકિયા ઉવ.૨૨ રહે.ઈંદીરા આવાસ મોટાદહિસરા તા.માળિયા(મી)ની અટકાયત કરી એકટીવા તથા દારૂ મળી કુલ રૂ.૪૦,૧૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહી ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!