માળીયા મીયાણામાં યુવા ધનને નશાના રવાડે ચડાવનાર ઈસમ વિરુધ્ધ માળીયા મીયાણા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરી છે. જેમાં પ્રોહીબીશન ગુન્હામા સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ અલગ મધ્યસ્થ જેલ વડોડરા તથા સુરત જેલ હવાલે કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલની સુચના મુજબ માળીયા મીયાણા પોલીસ દ્વારા પ્રોહીબીશન ગુન્હામા સંકળાયેલ ઇસમો વીરૂધ પાસા હેઠળની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. કે.કે.દરબારએ પ્રોહીબીશનનાં ગુન્હામાં સંકળાયેલ ઈસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરીને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટએ આ ગુનામા સંડોવાયેલ આરોપી ભાવેશભાઈ નાથાભાઈ મોરી તથા લીલાભાઈ ટપુભાઈ મોરીનું પાસા વોરંટ ઈસ્યુ કર્યું હતું. જે ઈસમની પોલીસે સત્વરે અટકાયત કરી બન્ને ઈસમોને અલગ-અલગ મધક્સ્થ જેલ સુરત તથા વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે.