મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ તે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ગોરખીજડીયા ગામ નજીક વનાળીયા ગામ તરફથી આવતી રીક્ષા રોકી તપાસ કરતા તેમાંથી ૭૦ લીટર દેશી દારૂ સાથે એક મહિલા સહિત બે બુટલેગર ઝડપાયા હતા, પોલીસે દેશી દારૂ તથા રીક્ષા સહિત ૬૪,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બંન્ને આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ગોરખીજડીયા ગામે વનાળીયા તરફથી રોડ ઉપર તુરીયાના ઢાળ પાસે આવતી રીક્ષા રજી.નં. જીજે-૧૩-એટી-૧૫૪૭ ને રોકી તેની તલાસી લેતા રીક્ષામાંથી પ્લાસ્ટિકના બાચકામાં ભરેલ ૭૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧૪,૦૦૦/- મળી આવ્યો હતો. આ સાથે આરોપી રીક્ષા ચાલક કરીમભાઈ મુસાભાઈ જેડા ઉવ.૪૨ રહે. મોરબી વીસીપરા કુલીનગર અને રીક્ષાના પાછળની સીટમાં બેઠેલ મહિલા હનીફાબેન સૈયદુભાઈ જેડા ઉવ.૩૫ રહે. મોરબી વીસીપરા કુલીનગર વાળાને ઝડપી લઈ રીક્ષા કિ.રૂ.૫૦ હજાર અને પકડાયેલ દેશી દારૂ કિ.રૂ.૧૪,૦૦૦/-સહિત રૂ.૬૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.