રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા એસ.પી. મુકેશકુમાર પટેલ દ્વારા પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાસા દરખાસ્ત કરવા સુચના કરતા હળવદ પોલીસ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના દેશી દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડિટેઇન કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ અશ્વિન ચંદુભાઇ ખાંભડીયા અને કિશન બેચરભાઇ ખાંભડીયા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ દ્વારા મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા તેઓએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કર્યા હતા. જેથી પોલીસે અલગ અલગ ટીમ બનાવી બંને ઇસમો અશ્વિન ચંદુભાઇ ખાંભડીયા અને કિશન બેચરભાઇ ખાંભડીયાની અટાકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.