મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે લાતી પ્લોટ શેરી નં.૮ ખાતે આવેલ બુટલેગર શાહરુખ ખોડની ઓરડીની બાજુમાં ખુલ્લા પ્લોટમાં રેઇડ કરી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૨ નંગ બોટલ કિ.રૂ.૧,૩૯૨/-ઝડપી લેવામાં આવી હતી. રેઇડ દરમિયાન આરોપી શાહરુખ હાજીભાઈ ખોડ રહે. લાતી પ્લોટ શેરી નં. ૮ ગેસના ગોડાઉન પાસે મોરબી વાળો હાજર નહિ મળી આવતા, પોલીસે તેને ફરાર જાહેર કરી તેની વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









