મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મદીના પેલેસ નજીક બે ઈસમો શંકાસ્પદ હાલતમાં કાળા ઝબલામાં કોઈ વસ્તુ લઈને ઉભા હોય ત્યારે પોલીસે તેને રોકી તલાસી લેતા ઝબલામાંથી વિદેશી દારૂની રોયલ ચેલેન્જ વ્હિસ્કીની શીલપેક ૬ નંગ બોટલ મળી આવી હતી, જેથી આરોપી મુસ્તાકભાઈ જુસબભાઈ કટીયા ઉવ.૨૫ અને ઈકબાલભાઈ જુસબભાઈ કટીયા બંને રહે. અયોધ્યાપુરી રોડ વાળાની તુરંત સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી, આ સાથે પોલીસે વિદેશી દારૂની ૬ બોટલ કિ.રૂ.૪,૧૭૬/- નો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.