Sunday, November 24, 2024
HomeGujaratમોરબીના એક પરિવારના બે ભાઈઓ વ્યાજકવાદનાં ચુંગલમાં ફસાયા : લાખો રૂપિયા વ્યાજ...

મોરબીના એક પરિવારના બે ભાઈઓ વ્યાજકવાદનાં ચુંગલમાં ફસાયા : લાખો રૂપિયા વ્યાજ ચુકવ્યું છતાં આરોપીની પઠાણી

મોરબી જિલ્લો વ્યાજંકવાદમાં જકડાઈ ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં 22 થી વધુ નાગરિકોએ વ્યાજખોરોના ત્રાસથી પીડાતા હોવાની પોલીસ ફરિયાદ કરી છે. ત્યારે રાજકોટ રેન્જ આઇજીની અધ્યક્ષતામાં વ્યાજખોરોના દુષણને અટકાવવા સામે ગઈકાલે મોરબી ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલ ફસાયેલ બે ભાઈઓએ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના સત્કાર પાર્ટી પ્લોટ, સત્કાર હાઇટસ- ફલેટ નં.-૭૦૩, કંડલા બાયપાસ રોડ ખાતે રહેતા મકનભાઇ કુવરજીભાઇ કાલરીયાએ અલગ અલગ તારીખ સમયે મોરબીના રવાપર રોડ, રાધેક્રિષ્ના એપાર્ટમેન્ટ, બ્લોક નં.-૬૦૧, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની સામે રહેતા વલ્લભભાઇ ગાંડુભાઇ જેઠલોજા નામના શખ્સ પાસેથી રૂપીયા-૨,૩૫,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જે વ્યાજે લીધેલ રૂપીયાનુ ઉંચુ વ્યાજ કુલ રૂપીયા-૯,૮૭,૦૦૦/- ચુકતે કરી દીધેલ તેમજ ફરિયાદીના ભાઇ દુર્લભજીભાઇએ પણ આરોપી વલ્લભભાઇ ગાંડુભાઇ જેઠલોજા પાસેથી રૂ. ૭૦,૦૦૦/- વ્યાજે લીધેલ હોય જે રૂપીયાનું ઉંચુ વ્યાજ કુલ રૂ.૧,૮૦,૦૦૦/-ચુકતે કરી દિધેલ હોવા છતા બળજબરીથી કઢાવી લેવા મોત નિપજાવવાના ભયમાં મુકી બળજબરીથી ફરિયાદી તથા તેના ભાઈ પાસેથી બે ચેક તથા એક સોનાની વિંટી લઇ વલ્લભભાઇ ગાંડુભાઇ જેઠલોજા તથા તેના સાથી ઇરફાને ફરીયાદી તથા તેના ભાઈ પાસેથી મુડી વ્યાજ સહીત રૂપીયા-૫,૦૦,૦૦૦/- બળજબરીથી કઢાવવા બંન્ને આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી અવાર નવાર ફોન પર તેમજ રૂબરૂ ગાળો આપી તેમજ બાકીની વ્યાજની રકમ મારી નાખવાની ધમકી આપી બળજબરીથી કઢાવી લેવાની કોશિષ કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!