Thursday, April 18, 2024
HomeGujaratઇન્ડિયન આર્મી માં ફરજ બજાવી નિવૃત થતા બે સગા ભાઈઓ નું મિયાણી...

ઇન્ડિયન આર્મી માં ફરજ બજાવી નિવૃત થતા બે સગા ભાઈઓ નું મિયાણી ગામ સમસ્ત દ્વારા સ્વાગત અને સન્માન કરાયું

મિયાણી ગામ ના દલિત સમાજ ના બંને વીર જવાન ભાઈઓનું તમામ સમાજના લોકોએ સહૃદય સ્વાગત સન્માન કરી સામાજિક સમરસતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના મિયાણી ગામના વતની બે સગા ભાઈઓ ઇન્ડિયન આર્મી માં ફરજ બજાવી દેશ ના સીમાળાઓની રક્ષા કરતા હતા ત્યારે વય મર્યાદા ના કારણે નિવૃત થતા સમસ્ત મિયાણી ગામે ઉમળકાભેર આવકારી બંને વીર જવાન બંધુઓ નું સ્વાગત અને સન્માન કર્યું હતું હળવદ તાલુકાના મિયાણી ગામના વતની જેઓ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી વય મર્યાદાના લીધે નિવૃત થતા નરસિંહભાઈ મનજીભાઈ પરમાર આજરોજ નિવૃત થતા તેમના માદરે વતન પરત ફર્યા હતા તેમના સગા ભાઈ મુકેશભાઈ મનજીભાઈ પરમાર પણ ઇન્ડિયન આર્મી માં ફરજ બજાવી 2 વર્ષ પહેલાં વય મર્યાદાના લીધે નિવૃત થયા હતા પરંતુ કોરોના મહામારીના કારણે તેમનું સન્માન થઈ શક્યું નહોતું ત્યારે તેમના ભાઈ આજરોજ વય મર્યાદાના કારણે સેવા નિવૃત થતા આજરોજ સમસ્ત મિયાણી ગામ દ્વારા ભારતીય સેનામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને માદરે વતન પરત આવતા બંને ભાઈઓનું સમસ્ત ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું તથા ભવ્ય સન્માન સમોરોહનું પણ મિયાણી પ્રાથમિક શાળા ખાતે આયોજન કરાયું હતું હળવદ તાલુકા નું ગૌરવ એવા દલિત સમાજના બંને ભાઈઓનું ગામના તમામ સમાજના આગેવાનોએ સાલ મોઢાળી સન્માન પત્ર આપી સ્વાગત કર્યું હતું આ તકે મિયાણી શાળાના ફરજ બજાવી વર્તમાન સમયે ટિકર સરકારી શાળા ના આચાર્ય ચતુરભાઈ પાટડીયા એ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું કાર્યક્રમ માં ભારત માતા કી જય , વંદે માતરમ ના નાદ થી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું આ કાર્યક્રમ માં મિયાણી ના સમસ્ત ગ્રામજનો તેમજ મિયાણી પ્રાથમિક શાળા દ્વારા અને હળવદ ભાજપ પરિવાર અને રોટરી કલબ ટીકર અને શ્રી આંબેડકર ગ્રૂપ ટીકર સ્ટાફ તેમજ ગામ ના તમામ સમાજ ના લોકો એ વિવિધ મોમેન્ટો અને સાલ અને ફૂલ ના ફૂલ ના હાર પહેરાવી સ્વાગત કર્યું હતું કાર્યક્રમ ની શુભ શરુયાત દીપ પ્રાગટય કરી અને પ્રારંભ કર્યો હતો ત્યાર બાદ મિયાણી શાળા ના પૂર્વ શિક્ષક હસમુખભાઈ જાદવ સહિત કોરોના ના કારણે અવશાન પામનારાઓ ના આત્મા ને શાંતિ માટે 2 મિનિટ મૌન પાડ્યું હતું કાર્યક્રમ ના અંતે રાષ્ટ્રગીત નું સમૂહ મા ગાન કર્યું હતું અને કાર્યક્રમ બાદ ગામ ના મુખ્ય માર્ગ માં ભારત માતા કી જય ના નારા સાથે રેલી નિકળી હતી ત્યારે આખું ગામ દેશ ભક્તિ ના રંગે રંગાઈ ગયું હતું

આ કાર્યક્રમ ને સફળ બનાવા માટે ગામ ના વિકાસ કુરિયા , નિલેશ આહીર , કેતન પરમાર , ટીનેશ કુરિયા ,શૈલેષ ઝીંઝુવાડિયા તેમજ મિયાણી પ્રાથમિક શાળા ના સમગ્ર સ્ટાફ એ ભારે જહેમત ઉપાડી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!