Friday, December 27, 2024
HomeGujaratટંકારાના સરાયા ગામે ઘોડી દ્વારા ભડકેલ ભેંસો બાબતે ઠપકો આપતા યુવકને બે...

ટંકારાના સરાયા ગામે ઘોડી દ્વારા ભડકેલ ભેંસો બાબતે ઠપકો આપતા યુવકને બે ભાઈઓએ માર માર્યો

ટંકારા તાલુકાના સરાયા ગામે માલઢોર વાળાના ઘર પાસેથી ગામમાં રહેતો એક શખ્સ ઘોડી લઈને નીકળતા ઘોડી જોઈને ભેંસો ભડકી હતી, જેથી માલઢોર-યુવકે જે બાબતે ઠપકો આપવા જતા બે ભાઈઓ દ્વારા યુવકને લાકડી તથા પાવડા વડે માર મારવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર બનાવ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી બંને સગા ભાઈઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા ઇરાફનભાઈ ઇબ્રાહિમભાઈ જુણેજા ઉવ.૨૪ ગત તા.૧૬/૧૧ના રોજ સાંજે પોતાની ભેંસો વાડીયેથી લઈને ઘરે આવ્યા હતા ત્યારે ઇરફાનભાઈના ઘર પાસેથી નયુમભાઈ વીકીયા તેની ઘોડી લઈને નીકળતા ભેંસો એકદમ ભડકવા લાગી હતી, જેથી ઇરફાનભાઈએ ઘરથી થોડી દૂર ઘોડી લઈને નીકળવાનું કહેતા નયુમભાઈએ જેમફાવે તેમ ગાળો આપીને ત્યાંથી ચાલ્યો ગયો હતો, જે બાદ ઇરફાનભાઈ અને તેના મામા કાળુભાઇ આ બાબતે ઠપકો આપવા સરાયા બસ સ્ટેશન પાસે ગયા હતા. ત્યારે નયુમભાઈને બનેલ બાબતે ઠપકો આપતા નયુમભાઈ અને તેનો ભાઈ અયુબભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈને ઇરફાનભાઈને લાકડી તથા પાવડા વડે મૂંઢ માર માર્યો હતો, શરૂઆતમાં આ બાબતે સમાધાનની વાત ચાલતી હોય પરંતુ સમાધાન ન થતા ઈરફાનભાઈએ બંને આરોપી નયુમભાઈ અને અયુબભાઈ ઇબ્રાહિમભાઈ વીકીયા બંનેરહે. સરાયા ગામ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!