રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ ઘરફોડ ચોરીનો બનાવ બનેલ હોય જે અંગે ગુનો ડિટેકટ કરી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસ દ્વારા છ માસ પહેલા હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં તથા હળવદ વિશ્વાપાર્ક સોસાયટીમાં થયેલ બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને પકડી મુદામાલ રીકવર કર્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની વોચમાં રહી અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરી આરોપીને શોધી કાઢવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઇ હળવદ પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેઓને મળેલ બાતમીનાં આધારે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ બે આરોપી શનીભાઇ ગણેશભાઇ રાઠોડ (રહે. હળવદ માળીયા રોડ, હળવદ બાઇપાસ ઇન્ડિયન પેટ્રોલ પંપની પાછળ પડતર જમીનના છાપરામાં હળવદ તા.હળવદ જી.મોરબી) તથા પ્રવિણભાઇ ઉર્ફે સુખો રમેશભાઇ ઉર્ફે વિક્રમભાઇ રાઠોડ (રહે. હળવદ માળીયા રોડ, હળવદ બાઇપાસ ઇન્ડિયન પેટ્રોલ પંપની પાછળ પડતર જમીનના છાપરામાં હળવદ તા.હળવદ જી.મોરબી)ને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલ મુદામાલ રીકવર કર્યો છે.
આ કામગીરી હળવદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ તથા એ.એસ.આઈ. એ.એન.સિસોદીયા તથા હેડ કોન્સ્ટેબલ વિપુભાઇ સુરેશભાઇ ભદ્રાડીયા તથા કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ દેવપાસિંહ ઝાલા, હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણ તથા મનોજભાઇ ગોપાલભાઇ પટેલ તથા રણજીતસિંહ અરજણભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવી છે.