Friday, April 26, 2024
HomeGujaratમોરબી નવા બસ સ્ટેન્ડ પાસે પાર્કિંગમાં રહેલ બે કારમાં આગ ભભૂકી: એક...

મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે પાર્કિંગમાં રહેલ બે કારમાં આગ ભભૂકી: એક કાર આગમાં ખાખ થઈ

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી ગાડીમાં એકાએક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા ક્ષણિક દોડધામ મચી જવા પામી હતી.પાર્કિંગમાં રહેલ સેન્ટ્રો કાળ અચાનક અગનગોળો બનતા ધુમાડાના ગોટે ગોટા સર્જાયા હતા વધુમા કારની આજુબાજુમાં કચરાના ઢગલા હોવાથી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું જેને લઈને સેન્ટ્રો કારની બાજુમાં પડેલ એક ખાનગી બેંકની કાર પણ આગની ચપેટમા આવી હતી જોકે કાર ચાલકે સમયસૂચકતા વાપરીકારને તાત્કાલિક હટાવી લેતા મોટી દુર્ઘટના બનતા સ્હેજમાં અટકી હતી.

- Advertisement -
- Advertisement -

બીજી તરફ આગની આ ઘટના અંગે પાલિકાની ફાયર બ્રિગેડ શાખાને જાણ કરવામાં આવતા ફાયર ટીમે મારતે ઘોડે દોડી આવી હતી પરંતુ ફાયર સ્ટાફ પહોંચે તે પહેલાં સેન્ટ્રો કાર આગમાં ખાક થઈ ગઈ હતી. આગની ઘટનાને લઈને કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!