ટંકારા તાલુકાના મિતાણા નજીક રાજકોટ- મોરબી હાઇવે ઉપર ગત રાત્રીના બે કાર સામસામી અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારનો બુકડો બોલી ગયો જ્યારે સામે આવેલી કાર ગલગોટીયા ખાઈ ઢસડાઈ હતી આ અકસ્માતમાં ટંકારાના પાટીદાર યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે જ્યારે સામેની કારમાં સામાન્ય ઇજા પહોચી હોય પ્રાથમિક સારવાર આપી હતી.
બનાવ અંગે મળતી વિગતો મુજબ રાજકોટ તરફથી ટંકારા આવતી વેળાએ મિતાણા પાસે અચાનક બાજુની કેડીએ થી એક કાર આવી ચડતા બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ રોડ ચિચિયારી થી ગુંજી ઉઠયો હતો.ત્યારે તાત્કાલિક ટંકારાના યુવાન મિત્રો લાલાભાઈ રબારી,મુકેશ ભુકુ સહિતના દર્શન કરી રિટન આવતા હતા ત્યારે અકસ્માત જોઈ મદદ માટે દોડી કારમાં સવાર ચાલક ને બહાર કાઢી એક મિનિટ ની પ્રતિક્ષા કર્યા વિના તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.જ્યારે સામેની કાર ચાલકને સામાન્ય ઇજા પહોચી હોવાનું જાણવા મળ્યું છે.