કાળ ક્યારે કોને ભેટી જાય તે આજના સમયમાં જાણવા મુશ્કેલ બન્યું છે. ગઈકાલે એક જ દિવસમાં બે યુવાનો મોતને ભેટ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મોરબીના લાલપર ગામ ખાતે રહેતા મજુર યુવકનું અગમ્ય કારણોસર જયારે પીપળી ગામની યુવતીનું ઇલેક્ટ્રિક શોક લાગતા મોત નીપજ્યું છે.
પ્રથમ બનવામાં, મોરબીના લાલપર ગામની સીમ ડેલ્ટા સીરામીકના કારખાનાની મજુર ઓરડીમા રહેતા મૂળ ઓડીસ્સાનો યુવક કિશોરચંદ્રા હરીભાઇ હંસદા ગત તા-૧૬/૦૬/૨૦૨૩ રાતના આશરે દસેક વાગ્યાની આસપાસ જમીને ડેલ્ટા સીરામીકના કારખાનાની મજુર ઓરડીમા સુતો હતો અને ગઈકાલે સવારના ન ઉઠતા રાતના કોઇ પણ સમયે કોઇ પણ કારણોસર મરણ જતા સમગ્ર મામલે તેની બહેન લક્ષમીધારા હરીભાઇ હંસદા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, મોરબીના પીપળી ગામ શીવપાર્ક સોસાયટી ખાતે રહેતી મમતાદેવી રામનારાયણ સુયવંશી નામની પરિણીતા ગઈકાલે રાત્રીના સમયે પોતાના ઘરે હતી. ત્યારે ઈલેક્ટ્રીક શોક લાગતા તેના પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે અકાળે મોતની નોંધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવી હતી.