મોરબીમાં ગઈકાલે એક જ દિવસમાં બે અપમોતનાં બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં એક યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું છે. જયારે અન્ય એક યુવકનું છાતીમા દુખાવો ઉપડતા મોત નીપજ્યું છે.
પ્રથમ બનાવમાં, મોરબીના મહેન્દ્રનગર ચોકડી સર્વોપરી સ્કુલ પાસે રહેતા સંજયભાઇ વિઠલભાઈ બારોટ નામના યુવકે ગઈકાલે અમ્રુત એક્ષ્પોર્ટના ગોડાઉનમા સ્વાગત સીરામીક સામે જુના ઘુંટૂ રોડ મોરબી ખાતે પોતાની રીતે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા યુવકનું મોત નીપજ્યું હતું. જેને લઈ યુવકના મૃતદેહને પી.એમ.માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હૉય જેને લઈ સમગ્ર મામલે ફરજ પરના ડોક્ટરે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.
બીજા બનાવમાં, મોરબીનાં ઘુંટુ ગામની સીમમા આવેલ અંટિક સીરામિક ના લેબર ક્વાટરમા રહેતા મુન્નાભાઇ કમલભાઇ પાલને ગઈકાલે બપોરના સમયે છાતીમા દુખાવો ઉપડતા સારવાર અર્થે તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ યુવકને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.