મોરબી તાલુકાના પીપળી તથા લખધીરપુર ગામે અપમૃત્યુના બે બનાવ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયા હતા. જેમાં પીપળી ગામે ગેરેઝના ધંધાર્થીએ આર્થિક સંકળામણમાં ગળેફાસો ખાઈ આપઘાત કર્યો હતો જયારે લખધીરપુર ગામે પથ્થરની ખાણ ઉપરથી નીચે પડી જતા શ્રમિકનું મોત નીપજ્યું હતું.
પ્રથમ અપમૃત્યુના બનાવની મળતી વિગતો મુજબ મુળ મોરબી-૨ પરશુરામ પોટરી ક્વાર્ટર નજીકના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના પીપળી ગામે ત્રિલોકધામ સોસાસયટીમાં મકાન નં એચ-૪માં રહેતા લલીત ઉર્ફે નિલેષ મનુભાઇ મકવાણા ઉવ-૨૫ કે જેઓને રફાળેશ્વર ગામ પાસે મોટર સાઇકલ રીપેરીંગની ગેરેજ હોય જે ગેરેજનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થીક રીતે સંકળામણમા આવી જતા જે બાબતનું મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે તેમના ત્રિલોકધામ સોસાયટીના મકાન નંબર-એચ-૪ ના ઉપરના માળે આવેલ હોલમા છતના ભાગે હિચકો લગાડવાના હુક સાથે સાડીના ગમચા વડે ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા લલીત ઉર્ફે નિલેષનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અપમૃત્યુના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે અકાળે મોતના બીજા બનાવમાં મોરબી તાલુકાના લખધીરપુર ગામે આવેલ મનહરભાઈની પથ્થરની ખાણમાં બળવંત કહેરશિંગ રાજ ઉવ.૩૮ રહે.લખધીરપુર તા.જી.મોરબી ગઈકાલ તા-૩૦ એપ્રિલ ૨૦૨૪ના સાંજનાં સાતેક વાગ્યાનાં અરસામાં લખધીરપુર ગામમાં મનહર ભાઇની પત્થરની ખાણ ઉપરથી નીચે પડી જતાં મરણ ગયેલ હોય જેની ડેડબોડી અત્રેની મોરબી સરકારી હોસ્પીટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં મૃતદેહનું પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે મોરબી તાલુકા પોલીસે મૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.